ખમણ ઢોકળા રેસીપી

ખમણ ઢોકળા રેસીપી

ખમણ ઢોકળાની આ સરળ રેસીપી દ્વારા તમે ૨૦ મિનિટમાં મુલાયમ અને સ્પંજી ગુજરાતી ઢોકળા બનાવી શકો છો, તમારે ખીરું તૈયાર કરવા માટે ૮ અથવા ૧૨ કલાકની જરૂર નથી. તાત્કાલિક મુલાયમ ઢોકળા બનાવવા માટે તેમાં બેસનની સાથે ઇનો ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કર્યો છે. ઘરે સરળતાથી પરંપરાગત ખમણ બનાવવા માટે અમારી ઢોકળા રેસીપીના દરેક સ્ટેપ ફોટાની સાથે અનુસરો અને જુઓ કે તે બનાવવામાં કેટલા સરળ છે.

પૂર્વ તૈયારીનો સમય:૫ મિનિટ
પકાવવાનો સમય:૧૫ મિનિટ
કેટલા લોકો માટે:
સામગ્રી:
ખીરું બનાવવા માટે:
૧ કપ બેસન (ચણા નો લોટ)
૧ ટેબલસ્પૂન સોજી (રવો), (વૈકલ્પિક)
૧&૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
૧ ટીસ્પૂન ઇનો પાઉડર (ઇનો ફ્રૂટ સોલ્ટ)
૧ ટીસ્પૂન લીલા મરચાં-આદું છીણેલા
૩/૪ કપ પાણી
૧/૪ કપ દહીં
૧ ટીસ્પૂન તેલ (થાળી ચીકણી કરવા માટે)
૧/૨ ટીસ્પૂન મીઠું, (અથવા સ્વાદ પ્રમાણે)
વઘાર માટે:
૨ ટેબલસ્પૂન તેલ
૧૦-૧૫ લીમડાના પાન
૧/૨ ટીસ્પૂન રાઈ
૧/૨ ટીસ્પૂન જીરું, (વૈકલ્પિક)
૧ ટીસ્પૂન તલ
૧ ટેબલસ્પૂન ખાંડ
૪ લીલા મરચાં, લંબાઈમાં કાપેલા
૨ ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા
૨ ટેબલસ્પૂન છીણેલું તાજું નારિયેળ, (વૈકલ્પિક)
૧ ચપટી હીંગ
૧/૩ કપ પાણી
  1. ઢોકળાનું ખીરું તૈયાર કરવા માટે બધી સામગ્રી તૈયાર રાખો. ઢોકળા બનાવવાના વાસણમાં (ઢોકળિયામાં) લગભગ ૨-૩ કપ પાણી નાખોં અને મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. પ્લેટ રાખતા પહેલા ઢોકળા બનાવવાના વાસણને ઓછામાં ઓછી ૪-૫ મિનિટ માટે ગરમ કરો. ૨ નાની થાળીને (૪-૫ ઇંચ વ્યાસવાળી અથવા જે પણ ઢોકળા બનાવવાના વાસણમાં સરળતાથી રાખી શકાય) ૧ ટીસ્પૂન તેલ લગાવીને ચીકણી કરી લો.
  2. એક મોટા બાઉલમાં બેસન, સોજી, લીંબુનો રસ, લીલા મરચાં-આદુંની પેસ્ટ, દહીં, ૩/૪ કપ પાણી અને મીઠું નાખોં. તેને બરાબર ચમચીથી મિક્ષ કરો. ખીરામાં ગાંઠ ન હોવી જોઈએ.
  3. હવે તેમાં ઇનો પાઉડર નાખીને ૧ મિનિટ સુધી હલાવો, ખીરું લગભગ બેગણું થઈ જશે.
  4. ઢોકળિયામાં એક સ્ટેન્ડ મૂકો અને તેની ઉપર ખીરું નાખેલી થાળી મૂકીને મધ્યમ આંચ પર ૧૦-૧૨ મિનિટ માટે વરાળમાં પકાવો.
  5. ૧૦-૧૨ મિનિટ પછી, ઢોકળામાં વચ્ચે એક ચાકૂ નાખીને જુઓ, જો ચાકૂમાં ખીરું ન ચિપકે, તો ઢોકળા ચડી (ચડી) ગયા છે નહીતર વધારે ૨-૩ મિનિટ સુધી પકાવો.
Pushtimarg